જામનગરમાં એક મહિના પૂર્વે વકીલના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. 34 લાખની માતબર ચોરી સાતમ આઠમના તહેવારમાં ફુગ્ગા વેચવા આવેલી ગેંગ દ્વારા આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે .પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી મધ્યપ્રદેશના આરોપીની કાશ્મીરથી અટકાયત કરી 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેંગના ત્રણ શખ્સોની હાલ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પહોંચ થી બહાર છે દિવસે રેકી કરી બંધ બંગલાને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોવાનું પણ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે.
જામનગર એલસીબી પોલીસ દ્વારા જમ્મુ કાશ્મીર સુધી 8000 કિલોમીટરનું પરિભ્રમણ કર્યા બાદ આરોપી ઝડપી પાડ્યા જ્યારે દેશના ત્રણ રાજ્યોમાં રોકાણ કર્યું હતું અને મળતી બાતમી મુજબ જમ્મુ કાશ્મીરથી આરોપીને અટક કર્યા બાદ એક ટીમ જામનગર આરોપીને મુકવા માટે રવાના કરી હતી. ત્યારબાદ મધ્યપ્રદેશથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે અમુક જગ્યા પર પોલીસને આરોપીને ઝડપવામાં ઘણી તકલીફ પડી હતી અને સામનો કરવો પડ્યો હતો. આખરે જામનગર એલસીબી પોલીસે દેશભરમાં આવી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. જેમાં જામનગર એલસીબીના સ્ટાફના સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ જાડેજા દ્વારા સ્ટાફને અંગત વિશ્વાસુ બાતમીદાર ની હકીકત મળી હતી ત્યારે તને આરોપીને હાલ એલસીબી સ્ટાફે મહા મહેનતે ઝડપી પાડ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા કામગીરી સ્ટાફમાં રોકાયેલા તમામ સ્ટાફને 2100 નું ઇનામ અને પ્રમાણપત્ર પર જાહેર કરવામાં આવ્યું. અને એલસીબી સ્ટાપની તથા તમામ કામગીરીમાં રોકાયેલા સ્ટાફને પ્રોત્સાહન આપ્યું હતું.
શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને દ્વારકામાં વકીલાતનો વ્યવસાય કરતા રાજેશભાઈ શેઠ અને તેમના પત્ની, પુત્ર અને પુત્રી સાથે તેઓ ગત તારીખ 19 મીના રોજ જામનગર થી રાજકોટ ખાતે સંબંધીને ત્યાં યોજાયેલ સગાઈ પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તારીખ 20 મીના રોજ રાજકોટથી સાંજે પાંચેક વાગ્યે દેવદર્શન માટે પાલીતાણા ગયા હતા. પાલીતાણાથી તારીખ 21 મીના રોજ સાંજે સુરેન્દ્રનગરમાં તેઓના બહેનના મકાનના વાસ્તા પ્રસંગમાં રોકાયા હતા. દરમિયાન તારીખ 23મી ના રોજ સવારે તેના મિત્ર કમલેશભાઈ શાહનો તેમના પર ઘરના દરવાજા ખુલ્લા હોવા અંગેનો ફોન આવતા તેઓ પરિવાર સાથે પરત જામનગર આવ્યા હતા.
તારીખ 19 થી તારીખ 23મી સુધીના પાંચ દિવસના ગાળા દરમિયાન બંધ રહેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂપિયા 34 લાખ 15 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. જેમાં રૂપિયા સવા બે લાખની કિંમતના સાડા સાત તોલા વજનના સોનાના ચાર નંગ પાટલા, રૂપિયા 1,80000ની કિંમતની છ તોલા વજનની સોનાની ચાર નંગ બંગડી, તેમજ એક લાખ 5 હજારની કિંમતનો સાડા ત્રણ તોલા વજનનો સોનાનો મોટો સેટ- જેમાં હાર બુટ્ટી વીટીનો સમાવેશ થાય છે. તે તેમજ રૂપિયા 1,20,000ની કિંમતના ચાર તોલા વજનનો બુટ્ટી વીંટી સાથેનો પાંચ શેર વાળો સોનાનો હાર, રૂપિયા 90,000ની કિંમતના ત્રણ તોલા વજનના ગળામાં પહેરવાનો દિલ આકારનો સોનાનો સેટ, બુટી,વીટી, આ ઉપરાંત વજનની રૂપિયા 60,000ની કિંમતનું હાથમાં પહેરવાનું સોનાનું બ્રેસલેટ, તેમજ 75 હજાર રૂપિયાની કિંમતનો ગળામાં પહેરવાનો અઢી તોલા વજનનો સોનાનો પેડલવાળો સેટ જેમાં ચેન વીંટી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 60 હજારની કિંમતનો બે તોલા વજનનો ગળામાં પહેરવાનો સોનાનો નવો સેટ તેમજ રૂપિયા 60,000ની કિંમત ના બે તોલા વજનની સોનાની આઠ નંગ બુટી આ ઉપરાંત રૂપિયા 30 હજારની કિંમતના એક તોલા વજનના સોનાના ચેન અને રૂપિયા 30 હજારની કિંમતના એક તોલા વજનની સોનાની બે વીંટી તેમજ રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની ચાર તોલા વજનની સોનાની લકી, દોઢ તોલા વજનની સોનાની રૂપિયા 45000ની બે નંગ વીંટી, તેમજ ચાંદીના 10 સિક્કા, ચાંદીની એક લકી ચાંદીના પટાવાળી 150 ગ્રામ વજનની એક ઘડિયાળ તેમજ આઠ સાદી ઘડિયાળ ઉપરાંત 4000ની કિંમતનો એક મોબાઈલ ફોન ચોરી કરીને લઈ ગયા હતા. આ ઉપરાંત તિજોરીમાં રાખેલ રૂપિયા 22 લાખની રોકડ પણ ચોર ચોરી કરી ગયા હતા.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999



0 Comments