શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મનપાએ રખડતા ઢોર પકડ્યા, પશુમાલિકો એક જ રાતમાં ઢોરના ડબ્બામાં તોડફોડ કરી મેહનત પાણી ઢોર કરી...

જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલ નગર વિસ્તારમાં એક મહિના પહેલા ઢોરનો ડબ્બો બનાવવામાં આવ્યો હતો ત્યાં લંપીગ્રસ્ત ગાયોની સારવાર તથા શહેરમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હોય તેને રાખવામાં આવતા હતા.
જામનગર મહાનગરપાલિકાનાં સોનલનગર ખાતે આવેલાં ઢોરના ડબ્બામાંથી ગત્ રાત્રે માલધારીઓનું ટોળું સેંકડો ઢોરને છોડાવી ગયું હોવાનું કોર્પોરેશનએ જાહેર કર્યું છે અને, આ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં પોલીસ હેડ કવાર્ટર પાછળ ગોલ્ડન સિટી નજીક સોનલનગર વિસ્તારમાં થોડાં દિવસો પહેલાં કોર્પોરેશને પશુઓ માટે રૂ. 30 લાખનાં ખર્ચે લમ્પી રસીકરણ-સારવાર કેન્દ્ર શરૂ કરેલું જેનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યા પછીનાં ૩૦ દિવસની અંદર આ સારવાર કેન્દ્રને બંધ કરી ત્યાં કોર્પોરેશને ઢોરવાડો બનાવી નાંખ્યો અને તેમાં 316 પશુઓને રાખવામાં આવ્યા હતા. આ સ્થળે કોર્પોરેશને સિક્યોરિટીનાં બેચાર કર્મચારીઓ પણ મૂક્યા હતા.

ગુજરાત રાજયના તમામ શહેરોમાં જાહેર રસ્તા ઉપર બિનવારસુ ઢોરોના નિયંત્રણ માટે નામ. હાઈકોર્ટના હુકમ મુજબ જામનગર મહાનગરપાલિકા તથા પોલીસ વિભાગની સંયુકત ટીમો મારફત હાલે જામનગર શહેરમાં રાઉન્ડ ધી કલોક ત્રણ શિફટમાં ઢોર પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવે છે. જેમાં આ પકડાતા ઢોરોને પોલીસ હેડ કવાર્ટસ પાછળ, સોનલ નગર સ્થિત ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવે છે.
જેમાં આ પકડાતા ઢોરોને પોલીસ હેડ કવાર્ટસ પાછળ, સોનલ નગર સ્થિત ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવે છે. ગત મોડીરાત્રીના આશરે 12.00 કલાક પછી 50 જેટલા માલધારીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી, સોનલ નગર ખાતે ધસી આવેલ અને રાખવામાં આવેલ ઢોરોના બેરીકેટીંગની તોડફોડ કરવામાં આવતા, ઢોરોની જાહેર રસ્તા ઉપર નાસભાગ થયેલ, જેમાં 162 જેટલા પકડવામાં આવેલ ઢોરો ભાગી ગયેલ. આમ, બનાવ પગલે પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલ. પરંતુ માલધારીઓ ઘટના સ્થળેથી નાસી છુટેલ હોય, જામનગર મહાનગરપાલિકા ધ્વારા આ તમામ અજાણ્યા માલધારીઓ વિરૂધ્ધ પોલિસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments