સાયબર સેલ જામનગર ટીમનું ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ડીજી દ્વારા સન્માન


જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર તથા તેમની ટીમ દ્વારા ગુગલ બ્રાઉઝરની વેબસાઈટ પર ચાઈલ્ડ પોનોગ્રાફી ના વિડીયો, ફોટા, બ્લોગ અપલોડ કરતા સાઈબર ક્રાઇમના આરોપીને ગાંધીનગર જિલ્લાના ઈસનપુર ડોડીયા ગામેથી પકડી લઈ આધુનિક ટેકનિકના ઉપયોગ વડે સાયબર ક્રાઇમનો ગુનો શોધી કાઢ્યો હતો.
આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સાયબર કોપ એવોર્ડ એનાયત કરવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશકે જામનગરની ટીમને ગાંધીનગર બોલાવ્યા પછી તેઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. અત્યાધુનિક ટેકનિકના ઉપયોગથી જામનગર જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ભારત સહિત વૈશ્વિક દેશોમા પ્રતિબંધિત ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગત વિવિધ કન્ટેન્ટ લોકોને સહેલાઈથી મળી રહે તે માટે આરોપી દ્વારા એપ્લીકેશન તથા વેબસાઈટ બ્લોગ ડેવલોપ કરી તેના પ્રચાર માટે વિવિધ આંતરાષ્ટ્રીય ગ્રુપ બનાવાયું હતું.

ઉપરાંત ટેલીગ્રામ બોટ બનાવી આવા ચાઈલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ સરક્યુલેટ કરતા આરોપીને ગાંધીનગર જીલ્લા ખાતેથી પકડી લાવી ઉતકૃષ્ટ કામગીરી કરેલી હોય, જે બદલ પો.ઈન્સ પી.પી.ઝા, એ.એસ.આઈ. ધીરજભાઈ જેઠાભાઈ ભુસા, પો.હેડ. કોન્સ ભગીરથસિંહ અનોપસિંહ જાડેજા, તથા પો.કોન્સ વિકીભાઈ હિરેનભાઈ ઝાલા વગેરેને ગુજરાત રાજ્યના ડી.જી.પી. આશિષ ભાટીયા દ્વારા સાયબર કોપ ઓફ ધ મંથ દ્વારા સન્માનીત કરવામા આવ્યા હતા.
જામનગર સાયબર ટીમ દ્વારા અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ અગાઉ પણ છેતરપિંડી તેમજ પોર્નોગ્રાફીના અનેક કેસોને સ્ટાફ દ્વારા ઉકેલવામાં આવ્યા હતા. જેની જિલ્લા તેમજ રાજ્યમાં પ્રશંસા થઈ હતી.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments