Satya ka samna news:-
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં તાજેતરમાં એક રહેણાક મકાન અને ધાર્મિક સ્થળમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં કાલાવડ ટાઉન પોલીસને સફળતા સાંપડી છે, અને ચોરાઉ ઘરેણા સાથે પકડી પાડ્યો છે. જેની પૂછપરછ તેના વધુ પાંચ સાગરીતો ના નામ ખુલ્યા છે, જ્યારે ચોરાઉ દાગીના રાજકોટ અને કાલાવડ ના ત્રણ સોની વેપારીને વેચી માર્યા હોવાથી પોલીસે ત્રણેય સોની વેપારીઓની પણ અટકાયત કરીને તેઓ પાસેથી સોના ચાંદીના ઢાળિયા કબજે કરી લીધા છે.
આ અંગેની વિગતો એવી છે કે કાલાવડ તાલુકા ના જસાપર ગામમાં એક સપ્તાહ પહેલાં એક મંદિર તેમજ એક બંધ રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી, અને તસ્કરો રૂપિયા આઠ લાખની કિંમતના આભૂસણો સહિતના દાગીના અને રોકડ રકમ વગેરેની ચોરી કરી ગયા હતા.
જે ચોરીનો ભેદ ઉકેલવા માટે કાલાવડ ટાઉન પોલીસની ટીમ પ્રયાસ કરી રહી હતી, જે દરમિયાન મૂળ મહેસાણા નો વતની એને હાલ કાલાવડ તાલુકાના જસાપર ગામમાં આંટાફેરા કરી ઝુપડપટ્ટીમાં રહેતો અરુણ ગોરધનભાઈ ચૌહાણ, કે જે ચોરાઉ દાગીના લઈને ફરી રહ્યો છે, તેવી માહિતીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજા માંથી છ નંગ ચાંદીના સાંકળા મળી આવ્યા હતા.
જેને પોલીસમાં થકે લઈ આવ્યા પછી વિશેષ પૂછફરછ હાથ ધરતાં તેણે પોતાના અન્ય પાંચ સાગ્રીતોની મદદથી જસાપર ગામમાં ધાર્મિક સ્થળ અને રહેણાંક મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
મહેસાણા ગામના જ વતની એવા દિનેશ રણજીતભાઈ રાઠોડ, ભીખાભાઈ, ક્રિષ્નાભાઈ, અને અર્જુન નામના પાંચ શખ્સો ના નામો જણાવ્યા હતા. પોલીસે તે તમામને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત પોલીસની પૂછપરછ દરમિયાન ચોરી કર્યા પછી તમામ શખ્સોએ રાજકોટના રહેવાસી અને કાલાવડમાં દુકાન ધરાવતા સોની વેપારી હિતેશકુમાર છોટાલાલ કડેચા, ઉપરાંત કાલાવડ ના ધર્મેશ હિંમતભાઈ પાલા, અને અનિલ હેમતભાઈ પાલા વગેરેને ચોરાઉ દાગીના વેચી માર્યા હોવાથી પોલીસે ત્રણેય સોની વેપારીઓની પણ અટકાયત કરી લીધી છે. અને સોના ચાંદીના ઢાળિયા અને સાંકળા સહિત કુલ ૫,૯૪,૦૯૫ ની માલમતા કબજે કરી લીધી છે.
0 Comments