Satya ka samna news :-
આ બેઠકનો દોર મોડી રાત્રિ સુધી ચાલ્યો હતો, જો કે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા અગાઉથી જ જે રીતે જાહેરાત કરવામાં આવી છે, હાલારના બંને જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી કરવા ઇચ્છુક કાર્યકરો પાસેથી કોંગ્રેસે દાવેદારી અરજી મંગાવી હતી જેમાં અત્યાર સુધીમાં 38 કાર્યકરોએ પોતાનો દાવો રજૂ કર્યા છે અને કાલાવડ, જામજોધપુર અને ખંભાળિયાના વર્તમાન ધારાસભ્યોને કૉંગ્રેસ રિપિટ કરે તેવી શક્યતાઓ છે.
જામનગર જિલ્લાના પ્રભારી કિશન ઝા તેમજ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, અને સિધ્ધાર્થ પટેલે ગઈકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બેઠકો પર લડવા ઈચ્છતા ઉમેદવારો માટે સેન્સ લીધી હતી.તમામ દાવેદારોના બાયોડેટા સહિતની માહિતી એકત્ર કરી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યાર બાદ જીતી શકે તેવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
જેમાં ૭૮-જામનગર (ઉત્તર) બેઠક માટે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા), જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડો. નયનાબા જાડેજા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, કર્ણદેવસિંહ જાડેજા, કોર્પોરેટર કાસમભાઈ જોખિયા, ઋષિરાજસિંહ જાડેજા, મુસાહીદ સચડા, જયેન્દ્રસિંહ ઝાલા, ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના દાવા રજૂ કર્યા હતાં.
જ્યારે ૭૯-જામનગર (દક્ષિણ) બેઠક માટે કોર્પોરેટર ધવલભાઈ નંદા, કોર્પોરેટર અને મનપામાં વિપક્ષ નેતા આનંદ રાઠોડ, અશોકભાઈ ત્રિવેદી,મનોજભાઈ ચોવટિયા, મનોજભાઈ કથીરિયા,પાર્થ પટેલ,મેહુલભાઈ સોજીત્રાએ ટિકિટ માંગી છે.
૭૭-જામનગર (ગ્રામ્ય) બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, કાસમભાઈ ખફી તેમજ ધ્રોળ ન.પા.ના વિપક્ષી નેતા તેમજ સતવારા સમાજના યુવા નેતા કલ્પેશભાઈ હડિયલે દાવા રજૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ર૦૧૭ ની ચૂંટણીમાં ૭૭ જામનગર (ગ્રામ્ય) ની બેઠક પર સતવારા સમાજના વલ્લભભાઈ ધારવિયાએ ભાજપના મજબૂત ઉમેદવાર રાઘવજીભાઈ પટેલને પરાજીત કર્યા હતાં.
0 Comments