ચોરીનો ભેદ ઉકેલાયો: લંઘાવાડના ઢાળિયા પાસે રહેતા એક મુસ્લિમ અગ્રણી વેપારીના રહેણાંક મકાનમાંથી કૌટુંબિક ભત્રીજાએ જ ખાતર પાડ્યું, આરોપી મુંબઈ પહોંચે તે પૂર્વે પોલીસે ખાનગી ટ્રાવેલ્સમાંથી આરોપીને પકડી પાડ્યો



જામનગરમાં હોટલ સંચાલકના ઘરમાંથી દિન દહાડે થયેલ રૂપિયા પાંચ લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ચોરી મકાનમાલિકના કૌટુંબિક ભત્રીજાએ જ આચરી હોવાનું સામે આવ્યું છે. ચોરી કરી આરોપી મુંબઈ પહોંચે તે પૂર્વે પોલીસે ખાનગી ટ્રાવેલ્સમાંથી આરોપીને પકડી પાડી રોકડ રકમ કબજે કરી છે.

જામનગરમાં લંઘાવાળના ઢાળીયા પાસે રહેતા હુસેનભાઇ આંબલીયાના ઘરમાંથી બે દિવસ પૂર્વે રૂપિયા પાંચ લાખની રોકડની ચોરી થવા પામી હતી. આ ચોરી સંબંધિત સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. કબાટની તિજોરીની ચાવીથી જ તિજોરી ખોલી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈને પોલીસે આ ચોરી હોવાનું અનુમાન લગાવી તપાસ કરી હતી.

જે તપાસ દરમિયાન ચોક્કસ હકીકત મળી હતી કે આ ચાની હોટલનાં માલિકના કૌટુંબિક ભત્રીજા સરફરાઝ હુસેનભાઇ આંબલિયાએ આચરી છે અને તે હાલ જામનગરથી મુંબઈ જવા નીકળવાની પેરવી કરી રહ્યો છે. જેને લઇને પોલીસે તાત્કાલિક તપાસ કરતા વિક્ટોરિયા પુલ પાસેથી એક ટ્રાવેલ્સને ચેક કરતા આરોપી મળી આવયો હતો. આરોપી મુંબઈ પહોંચે તે પૂર્વે તેને આંતરી લીધો હતો. પોલીસે તેનો કબજામાં થી રૂપિયા 5 લાખની રોકડ કબજે કરી નાખ્યો છે.


દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments