જે અંતર્ગત જામનગરમાં દિગ્વિજય પ્લોટ-61, આશાપુરા મંદિરની બાજુમાં રહેતો પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્રભાઇ કટિયારા(ઉ.વ.23) કે જેની સામે દારૂ, જુગાર અને મહામારીના 12 ગુના નોંધાયા છે. આ શખસ સામે એલસીબીએ પાસની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટે પાસાની દરખાસ્ત મંજૂર કરી પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. આથી વોરંટની બજવણી કરી આરોપી પાર્થને સુરતની લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો છે.
0 Comments