જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ:વરસાદની આગાહી...

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે મોટાભાગના સ્થળે સોમવારે પણ સમયાંતરે આકાશમાં મેઘાડંબર રહયો હતો.જે દરમિયાન બપોર બાદ હવામાન વિભાગની ભારે પવનની આગાહી વચ્ચે ઓખાના બંદરે પણ ત્રણ નંબરનુ સિગ્ન લગાડાયુ હતુ.જયારે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ પણ સાંજે બંધ રોકી દેવાઇ હતી.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે સવારથી આકાશમાં વાદળોની હડીયા પટ્ટી વચ્ચે અવાર નવાર વરસાદી ડોળ છવાયો હતો.જોકે, મોડીસાંજ સુધી કયાંય વરસાદના કોઇ વાવડ મળ્યા નથી. જે દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભારે પવનની સંભાવના પણ દર્શાવાઇ છે જેથી ઓખા બંદરે સાંજે ત્રણ નંબરનુ સિગ્નલ લગાડાયુ છે. બીજી બાજુ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ પણ સાંજે રોકી દેવાઇ હોવાના વાવડ મળ્યા છે.
જામનગર અને દેવભૂમ જિલ્લાના અમુક વિસ્તારોમાં રવિવારે રાત્રે ભારે પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો.જોકે,સોમવારે દિવસ દરમિયાન સમયાંતરે વેગીલા વાયરા સાથે મેઘાવી માહોલ છવાયેલો રહયો હતો.જે દરમિયાન જામનગર-દ્વારકાના તમામ બંદરો પર મોડી સાંજે ત્રણ નંબરનુ સિગ્નલ લગાડાયુ હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો - 8733879999,7046111170

Post a Comment

0 Comments