જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને જામનગર ABC એ રૂ.2500 ની લાંચ લેતાં પકડી પાડયો....

ACB ની સફળ ટ્રેપ: જામનગરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને જામનગર એસીબીએ રૂ.2500 ની લાંચ લેતાં પકડી પાડયો છે. અરજદાર પાસેથી અરજીના કામ પેટે 6 હજારની લાંચની માંગણી કર્યા બાદ 3500 રૂપિયાની રકમ અગાઉ સ્વીકારી લીધી હતી જ્યારે બીજો હતો રૂ.2500નો સ્વીકારતી વેળા એ એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને રંગેહાથ પકડી પાડયો છે
જામનગરમાં એસીબીએ વધુ એક સફળ ટ્રેપ પાર પાડી છે શહેરના સીટી એ ડીવીઝન પોલીસ દળના ફરજ બજાવતા અરજણ ડાંગર નામના હેડ કોન્સ્ટેબલે પાસેથી અરજીના કામ પેટે રૂપિયા 6 હજારની લાંચની માગણી કરી હતી. અરજીની તપાસ દરમિયાન હેરાન ન કરવા અને મારકૂટ ના કરવા માટે રૂ 6 હજારની લાંચનું નક્કી કરી જે તે સમયે રૂ 3500 સ્વીકાર્યા હતા ત્યારબાદ બાકી રહેતી રૂ.2500 ની રકમ બાબતે અવારનવાર ફરિયાદીને ફોન કરી માંગણી કરી હતી. જેને લઇને ફરિયાદી દ્વારા એસીબી નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
લાંચની માંગણી અરજી મળતાં જ જામનગર એસીબીની ટીમે આજે ખંભાળિયા ચોકી નજીક જ ગોઠવી હેડ કોસ્ટેબલ અર્જુન ડાંગર ને રૂપિયા 2500ની લાંચ લેતા આબાદ પકડી પાડયો છે એસીબીની ટીમે ​​​​​​​આરોપીની ધરપકડ કરી ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ જવાન લાંચ લેતા પકડાઈ ગયો હોવાની વાતને લઇને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.



દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો - 8733879999,7046111170

Post a Comment

0 Comments