વાત્સલ્યધામ ઓક્સીજન પાર્ક નુ ઉધ્ઘાટન



 

જામનગર થી ૧૪ કી.મી. દુર રિલાયન્સ રોડ ઉપર વસઈ ગામ મુકામે વાત્સલ્યધામ ના નામ થી ઓળખાતું વૃદ્ધાશ્રમ વડીલો માટે સ્વર્ગ સમાન છે. જે દસ વર્ષ થી કાર્યરત છે. અને તે કુદરતી સૌન્દર્ય થી ભરપુર છે.

કોરોનાની મહામારીની અધોગતિ ના ખુબજ ખરાબ અનુભવ થયા છે, કોરોના પીડિત વ્યક્તિને ઓક્સીજન માટે ખુબજ રખડવું પડ્યું છે. ખુબજ પીડા સહન કરવી પડી છે આ તમામ વાતાવરણને જોતા એક વાત તો નિશ્ચિત છે કે વધુ ઓક્સીજન મળે તે માટે વધુ ને વધુ વૃક્ષો વાવવા.

વાત્સલ્યધામની વાત કરીએ તો દોઢ વર્ષના કોરોના કાળમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ આવ્યો નથી જે અહીની હરિયાળી ને આભારી છે. અને ભવિષ્યનો વિચાર કરી વાત્સલ્યધામ ની આજુબાજુના વિસ્તારમાં એક વિશાળ ઓક્સીજન પાર્ક બનાવી રહ્યા છીએ જે વિવિધરૂપે ડીઝાઇન થયેલ છે. અહી વધુમાં વધુ ઓક્સીજન આપે એવા ૧૧૦૦ વૃક્ષોનું વાવેતર થઇ રહ્યું છે. આ ઓક્સીજન પાર્કની ખાસિયત ઈ છે કે અહી બર્ડ ફીડીંગ બનાવી રહ્યા છે જેમાં એવા વૃક્ષોનો ઉછેર થશે કે જે પક્ષીઓનો ખોરાક આપી શકે અને ૫૦૦૦ જેટલા પક્ષીઓ નિવાસ કરી શકે, તેમના માટે ચણ અને પાણીની વાવ્યસ્થા થશે. આ ઓક્સીજન પાર્કમાં ઘટાદાર છાયા આપે એવા વૃક્ષો હશે તો વળી આયુર્વેદમાં ઉપયોગી ગાળો-લીમડો-અરડૂસી-પારીજાત-જાંબુ-સરગવો-દાડમ-પપૈયાના જાડનું પણ જતન થશે વળી ફૂલોનો વરસાદ કરે એવા ગુલમહોર, વસંત, ગરમાળો વગેરે વૃક્ષો નો ઉછેર થશે ઉપરાંત વડલો-પીપળો-ઉમરો-પીપર-આસોપાલવ-બીલી-કલમ-કરંજ-ખાખરો-ગૂંદો-રાવળ-બોરસલી-આવળ-ખીજડો જેવા વૃક્ષો હશે આ વૃક્ષોની સારી માવજત થાય ઈ માટે કાંટાળી વાડની ફેન્સીંગ કરેલ છે. અને પુરતું પાણી મળી રહે એમાટે ડ્રીપ ઈરીગેશન(ટપક પદ્ધતિ)ની વ્યવસ્થા કરેલ છે. 
તેમજ ઓર્ગેનિક ખાતરની વ્યવસ્થા કરેલ છે. જે ઓક્સીજન પાર્કની આર્કિટેક્ચરલ ડીઝાઇન ખુબજ યુનિક છે જે અમારા જ મેનેજીગ ટ્રસ્ટી શ્રી ભાસ્કરભાઈ રાઠોડની જ છે અને તેમની દેખરેખ નીચે તેમની ટીમ દ્વારા આખી ડીઝાઇન કરવામાં આવેલ છે. આ ઓક્સીજન પાર્ક બનાવવા આજના ઉદ્ઘાટન પ્રસંગમાં નીચેના મહેમાનો એ વૃક્ષોનું વાવેતર કરેલ.  
  
૧. એડવોકેટ અશ્વિનભાઈ મકવાણા
૨. તુષારભાઈ દંગા
૩. ડૉ. દિનકર સાવરીયા
૪. ડૉ. દિગંત સીકોતરા
૫. ડૉ. ગૌરાંગ પંડયા
૬. અજય વકાતર
૭. વિષ્ણુભાઈ વ્યાસ
૮. ભરતભાઈ ખુબચંદાની
૯. નિર્મળભાઈ મારું
૧૦. યોગેશભાઈ મોટાણી

વાત્સલ્યધામના પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમાર, એડવોકેટ નિતલભાઇ ધ્રુવ, ભાસ્કરભાઇ રાઠોડ તેમજ કારોબારી કમિટીના ઉપેન્દ્રસિંહ જાડેજા, નિરજંનાબેન વિઠ્ઠલાણી, ચેતન ચુડાસમા, કિરીટભાઇ મજીઠીયા, કૈલાશ બદિયાણી, મુકેશ શર્મા, ધ્રુપદ પરમાર, જેમિનીબેન મોટાણી, અશોક શેઠીયા, પી.આર. સોમાણી, લલીત જોશી, મૂકેશ સાયાણી વગેરે તેમજ વસઇના સરપંચ સંગીતાબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.


Post a Comment

0 Comments