ગુજરાતમાં કોરોના નાં વધતા કેસો વચ્ચે CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક શરૂ.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેર બેકાબૂ બની રહી છે, ત્યારે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્ય સરકાર દ્વારા નાઈટ કરફ્યુ સહિત કેટલાંક આકરા પગલા ભરવામાં આવ્યા છે. આમ છતાં સંક્રમિતોની સંખ્યા અને મરણના આંકડામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર સમીક્ષા અને સંક્રમણને કાબૂમાં લેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ સંક્રમિત 29 શહેરોમાં 5મીં મે સુધી રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું હતું. જેની મુદ્દત પણ આવતી કાલે પૂરી થઈ રહી છે.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિતના સચિવો પણ જોડાયા છે.

Post a Comment

0 Comments