નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કોરોના સંકટ વચ્ચે મંગળવારે એલાન કર્યું છે કે, દિલ્હીમાં 72 લાખ લોકોને 2 મહિના સુધી મફત રાશન આપવામાં આવશે. કેજરીવાલે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હવે દિલ્હીમાં જેટલા પર 72 લાખ રાશન કાર્ડ ધારક છે, તેમને આગામી બે મહિના સુધી મફત રાશન આપવામાં આવશે. જેનો અર્થ એ નથી કે, લૉકડાઉન આગામી બે મહિના સુધી ચાલશે, પરંતુ જે આર્થિક સંકડામણમાં ગરીબો જજૂમી રહ્યાં છે, તેમની મદદ કરવા માટે આગામી બે મહિના સુધી સરકારે મફર રાશન આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ (Arvind Kejriwal) જણાવ્યું કે, દિલ્હીમાં જેટલા પણ ઑટો-ટેક્સી ચાલક છે, તેમના એકાઉન્ટમાં 5000 રૂપિયા દિલ્હી સરકાર નાંખશે. જેનાથી તેમને આ આર્થિક તંગીમાં થોડી રાહત મળશે. 1,56,000 એવા ઓટો-ટેક્સી ડ્રાઈવરની મદદ ગત વર્ષે કરી હતી. આવી જ રીતે તમામ લોકોને આ વખતે પણ મદદ મળશે.
કેજરીવાલે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે દિલ્હીમાં અમે લૉકડાઉન લગાવ્યું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કે, કોરોના સંક્રમણને ચેન તૂટે અને સંક્રમિતોની સંખ્યામાં કમી આવી શકે. લૉકડાઉને એવા લોકો માટે આર્થિક સંકટ સર્જયુ છે, જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે. ગત સપ્તાહે અમે મજૂરો માટે જાહેરાત કરી હતી કે, દરેક મજૂરના ખાતામાં 5 હજાર રૂપિયા નાંખવામાં આવશે.
0 Comments