પોલીસવડાના નેજા હેઠળ ગણતરીની કલાકોમાં એલસીબીની કામગીરી : કાર અને મોબાઇલ કબ્જે : રવિવારે ઠેબા ચોકડી પાસે યુવાનની હત્યાનો બનાવ
હત્યાના બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર ગ્રીનસિટીમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની યુવરાજહિં મહોબતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાનને રેતીના ડમ્પરો ચાલતા હોય અને આ ડમ્પરોમાં ડમ્પરના ડ્રાઈવરોની ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજાના ડ્રાઈવરો સાથે અવાર-નવાર અદલા-બદલી ચાલતી હતી. જે બાબતે અગાઉ પણ રકઝક અને બોલાચાલી થઈ હતી તેમજ એક વર્ષ પૂર્વે પ્રદિપસિંહ સોઢાનું પાકિટ ઈશ્ર્વરસિંહના મહેતાજી જયપાલસિંહ ચુડાસમા લઇ લીધું હતું. જે બાબતે ઈશ્ર્વરસિંહને અપશબ્દો કહ્યા હતાં. જે બાબતનું મનદુ:ખ રાખી ઈશ્ર્વરસિંહએ પ્રદિપસિંહ અને યુવરાજસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા નામના બન્ને શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરુ રચ્યું હતું અને આ કાવતરાના ભાગરૂપે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિજ પાસે યુવરાજસિંહ કાયમ બેસતો રવિવારે સાંજના સમયે ઠેબા ચોકડી નજીક આવેલા ગોકુલ વે બ્રિજ પાસે ખુરશી ઉપર બેસેલા યુવાન સાથે કાર અથડાવી છરીનો જીવલેણ ઘા ગળામાં મારી અને અન્ય યુવાન ઉપર છરી વડે હુમલો કરી હત્યાના બનાવમાં એલસીબીની ટીમે ડીસમીસ પોલીસ કર્મી સહિત બન્ને શખ્સોને સણોસરા ગામમાં પાટીયા પાસેથી દબોચી લીધા હતાં.
રેતીના વ્યવસાય બાબતે થયેલી જૂની બોલાચાલીના મનદુ:ખમાં નિપજાવેલી હત્યાના આરોપીઓને દબોચી લેવા જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એેએસપી નિતેશ પાંડેય અને ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી અને પીએસઆઈ કે.કે. ગોહિલ, વી.એમ. દેવમુરારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અજયસિંહ ઝાલા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ધ્રોલ-રાજકોટ ધોરી માર્ગ પર એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને પસાર થતી જીજે-03-સીઆર-4440 નંબરની એન્ડેવર કાર પસાર થતા સણોસરા ગામના પાટીયા નજીકથી કારને આંતરીને પોલીસે ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા નામના બન્ને હત્યારા ભાઈઓને ઝડપી લઇ મોબાઇલ ફોન અને કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપી ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ અગાઉ મારામારી, રાયોટીંગ, જૂગાર સહિતના સાત ગુનાઓ નોંધાયેલા હતાં.
👇 મૃતક યુવરાજસિંહ 👇
CCTV ફૂટેજ 👇👇👇👇
0 Comments