બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ હવે ગાજિયાબાદમાં એક દર્દીમાં યેલો ફંગસ જોવા મળતા તબીબી આલમમાં ચિંતા જોવા મળી રહી છે. દર્દીની સારવાર કરી રહેલા ડૉ. ત્યાગીએ જણાવ્યું કે, 45 વર્ષનો દર્દી પહેલા કોરોનાથી સંક્રમિત થયો હતો અને ડાયાબિટીઝથી પણ પીડિત છે.
બ્લેક ફંગસની સારવાર કરવા માટે ઓપરેશન થિયેટરમાં સફાઈ ચાલી રહી હતી. આ દરમિયાત તપાસમાં સામે આવ્યું કે, દર્દી યેલો ફંગસથી પણ સંક્રમિત છે. હાલ દર્દીની હાલત સ્થિર છે. આ બીમારીને મ્યૂકર સ્પેક્ટિક્સ પણ કહેવામાં આવે છે.
યેલો ફંગસના આ કેસે ડોક્ટરોની ચિંતા વધારી દીધી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આ બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતાં પણ વધારે ઘાતક હોઈ શકે છે. યેલો ફંગસ એટલી હદ સુધી ઘાતક નીવડી શકે છે, તે દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ડૉક્ટરોએ જણાવ્યું કે, હજુ સુધી આ યેલો ફંગસ ગરોળી અને કાંચિડા જેવા જીવોમાં જ મળી આવતું હતું. આટલું જ નહીં, જે રેપટાઈલને આ ફંગસ થાય છે, તે જીવિત નથી બચતું. આજ કારણ છે કે, તેને બેહદ ઘાતક અને જીવલેણ માનવામાં આવે છે. પ્રથમ વખત કોઈ માનવીમાં આ યેલો ફંગસ જોવા મળ્યું છે.
યેલો ફંગસ ગંદકીના કારણે થાય છે. આ ફંગસ સામાન્ય રીતે જમીન પર મળી આવે છે. ગરોળી અને કાંચિંડા જેવા જીવો કે, જેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, તેને તે અસર કરે છે અને ઈમ્યુન સિસ્ટમને નબળી પાડીને જીવ પણ લઈ શકે છે. કોરોનાના કારણે હવે માનવીઓમાં પણ ઈમ્યૂનિટી નબળી પડવા લાગી છે. આથી આ યેલો ફંગસથી સંક્રમિત થઈ રહ્યાં છે. Yellow Fungus Case
► યેલો ફંગસના લક્ષણો Yellow Fungus Case
→ નાક બંધ થવું
→ શરીર તૂટવું અને દુ:ખાવો થવો
→ શરીરમાં નબળાઈ આવવી
→ હાર્ટ રેટ અચાનક વધી જવી
→ શરીર કુપોષિત જેવું દેખાવા લાગવું
0 Comments