કામરેજના 5મુ પાસ ભાજપ MLA ઝાલાવાડિયાની હરકતથી આરોગ્ય જગત પણ સ્તબ્ધ
બસ હવે આટલુ જ બાકી રહ્યું હતું, ના ડોક્ટરની ઝંઝટ, ના નર્સની… દેશને ચલાવનારા ભાજપના લગભગ અભણ નેતા (5th pass Dr. MLA)દર્દીને સાજા કરી દેશે! હાં અત્યારે તો અવું જ લાગી લહ્યું છે. કારણ કે એક ફોટો વાયરલ થયો છે. જેમાં માસ્ક પહેરેલી એક વ્યક્તિ કોઇ હોસ્પિટલમાં પથારીએ પડેલા દર્દીને એક અનુભવી ડોક્ટરની જેમ ઇંજેક્શન આપવાની તૈયારી કરી રહી છે. સાથે નર્સિંગ સ્ટાફ પણ છે. ખરેખર તો તે વ્યક્તિ કોઇ ડોક્ટર નથી કે નથીય નર્સ.
વાસ્તવમાં આ ભાઇ સુરત પાસેના કામરેજ તાલુકાના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા છે. તેઓ સુરત મહાનગર પાલિકા હેઠળ ચાલતા સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થાપવામાં આવેલા ઓક્સિજનયુક્ત કોવિડ કેર સેન્ટરમાં પહોંચ્યા હતા અને દર્દીને ઇંજેક્શન આપી રહ્યા હતા..
(5th pass Dr. MLA) પરંતુ હાલ તો વીડી ઝાલાવાડિયાનો આ ડોક્ટર સ્વરૂપ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો ટીકાની સાથે મજાક પણ કરી રહ્યા છે. આરોગ્ય જગત પણ સ્તબ્ધ છે.
શિક્ષિત લોકોના શહેરમાં નેતા અભણ
જે રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં પણ ઊંચો હતો. અહીંના 87.64 ટકા પુરુષો અને 74.72 ટકા સ્ત્રીઓ શિક્ષિત છે. પરંતુ આવા શિક્ષિત લોકોએ ભાજપે ઠોકી બેસાડેલા અભણ નેતાને પોતાના લોકપ્રતિનિધિ કરીકે વિધાનસભામાં મોકલી દીધા. ફોટો જેઇને તો એવું જ લાગી છે. આ નેતા પોતાની મનમાની જ કરતા હશે.
0 Comments