વ્હેલ માછલીની ઉલ્ટીના ધન પદાર્થ સાથે ત્રણની ધરપકડ


• 5.30 કિલોના ટુકડા એક કારમાંથી આનંદનગર પોલીસે પકડયા
• ક્યાંથી લાવ્યા અને સેના માટે લઇ જતા હતા તેની તપાસ હાથ ધરાઈ

વ્હેલ માછલીની ઉલ્ટી (અંબર ગ્રીન) ના ધન પદાર્થના 5.30 કિલો ટુકડા ગેરકાયદેસર રીતે રાખનાર ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. અંદાજીત 7 કરોડની કિંમતના આ ટુકડા ક્યાંથી લાવ્યા અને આ સેનાએ માટે લઈ જતા હતા તથા બીજા કોણ કોણ લોકો સામેલ છે તે અંગેની આંનદનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.

આનંદનગર પોલીસ શહેરમાં પેટ્રોલીંગ કરી રહી તે દરમિયાન બાતમી મળી હતી કે, સીમા હોલ પાસે દેવપ્રીયા કોમ્પલેક્ષ આગળ એક ફોરવ્હિલ કારમાંથી વ્હેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રીસ) જેની ઈન્ટરનેશનલ બજારમાં કરોડો રૂપિયાની કિંમતમાં વેચાય છે તે ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખી મુક્યુ છે. જેના આધારે પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને કારમાં તપાસ કરી હતી જેમાં વ્હેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રીન) ના ધન પદાર્થના ટુકડા 5કિલો 350 ગ્રામના ટુકડા મળ્યા હતા. જેની કિંમત 7 કરોડથી વધુ રૂપિયાની હોવાનું મનાય છે.

પોલીસે કારમાં સવાર સુમેર સોની, ખાલીદ ઓફી અને શરીફભાઈ છીડાની ધરપકડ કરી હતી. આ ધન પદાર્થના ટુકડા ક્યાંથી લાવ્યા અને આ કામમાં કોની કોની સંડોવણી છે તે અંગે પુછપરછ હાથધરી હતી.

વ્હેલ માછલીને મારીને લાવ્યા કે કેમ તે અંગે પુછપરછ હાથ ધરાઈ

આટલો મોટો જથ્થો પકડાઈ આવતા ત્રણેય આરોપીઓની પોલીસે આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા અને આ કામમાં કોણ કોણ સામેલ છે તે અંગે પુછપરછ હાથધરી છે. જો કે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વ્હેલ માછલીને મારી ને આ જથ્થો લાવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.


Post a Comment

0 Comments