કોરોના વાઈરસનો ખાતમો કરી શકે છે? ‘આઈવરમેક્ટિન’ ટેબલેટ, ગોવા સરકારે આપી મંજૂરી


પણજી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરને કહેર જોવા મલી રહ્યો છે. બેકાબૂ કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોતાના સ્તરે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ માટે વૅક્સિનેશન અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે, પરંતુ અનેક રાજ્યોમાં વૅક્સિન ના હોવાના કારણે લોકોને રસી લીધા વિના પરત ફરવું પડી રહ્યું છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યાં છે કે, ગોવામાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાથી બચવા માટે “આઈવરમેક્ટિન”ની દવા (Ivermectin Tablet) આપવામાં આવશે.

આ અંગે ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે, રાજ્યમાં મૃત્યુદર ઓછો કરવા માટે દરેકને આ દવા આપવામાં આવશે. આ એન્ટી-પૈરાસિટિક ડ્રગ ગોવામાં હવે કોઈ પણ લઈ શકે છે. એટલે કે, આ માટે કોરોનાના લક્ષણ હોવા જરૂરી નથી.

અમેરિકન ડ્રગ રેગ્યુલેટર FDA દ્વારા “આઈવરમેક્ટિન”ને (Ivermectin Tablet) મંજૂરી આપવામાં નથી આવી. જો કે રાણેનું કહેવું છે કે, યુકે, ઈટલી, સ્પેન અને જાપાનના એક્સપર્ટ પેનલના રિસર્ચમાં સામે આવ્યું કે, આ દવા કોવિડ દર્દીઓના મૃત્યુદર, રિકવરી ટાઈમ અને વાઈરલ ક્લિયરન્સને ઘટાડે છે.

વિશ્વજીત રાણેનું કહેવું છે કે, દર્દીઓને 5 દિવસ સુધી “આઈવરમેક્ટિન” 12mg આપવામાં આવશે. મેં બીમારીથી બચવાની સારવરા તરીકે “આઈવરમેક્ટિન” (Ivermectin Tablet) આપવાના આદેશ આપ્યાં છે. આ સારવાર કોરોના સંક્રમણથી તો નહી બચાવે, પરંતુ તેની ગંભીરતાને ઓછી કરવામાં મદદ જરૂર કરશે.

“આઈવરમેક્ટિન” 12mg ટેબ્લેટર દરેક જિલ્લા, તાલુકા, PHCs, CHCs, ગ્રામીણ ડિસ્પેન્સરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી લોકો ત્યાંથી મેળવી લક્ષણ કે કોઈ અન્ય વાતની ચિંતા કર્યા વિના જલ્દીથી સારવાર શરૂ કરી શકે.

કોરોના સંક્રમણનો ખતરો ઘટાડે છે આ દવા?

ગોવામાં “આઈવરમેક્ટિન”ને મંજૂરી મળ્યા બાદ આ દવા ચર્ચામાં આવી છે. હવે તેને લઈને એક સ્ટડી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ દવાના સતત ઉપયોગથી કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો થઈ શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ દવા મહામારીની ખતમ કરવામાં મહદઅંશે મદદગાર સાબિત થઈ શકે છે. અનેક દેશોએ આ બાબતે બારીકાઈથી સમીક્ષા કરી છે.

                 જરૂર વાંચો 👇👇 

“આઈવરમેક્ટિન” (Ivermectin Tablet) બનાવનારી ફાર્મા કંપની મર્કે 4 ફેબ્રુઆરી, 2021માં એક નિવેદનમાં કોરોનાની સારવારમાં આ ડ્રગની અસરકારક્તા પર સ્પષ્ટતા કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે, કોરોના વિરુદ્ધ ડ્રગની અસરના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.


કંપની સિવાય વિશ્વના ટૉપ હેલ્થ એક્સપર્ટ અને વૈજ્ઞાનિકો પણ આ ડ્રગ્સને કોવિડની સારવારમાં ઉપયોગ લેવા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશનના ટૉપ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ટ્વીટર પર લખ્યું હતું કે, WHO ક્લિનિકલ ટ્રાયલ ઉપરાંત કોવિડમાં “આઈવરમેક્ટિન”ના ઉપયોગની સલાહ નથી આપતું.


Post a Comment

0 Comments