રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, કહ્યુ- વિદેશી સહાયતા પર છાતી ઠોકવાનું બંધ કરો



નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પોતાનું કામ સારી રીતે ના કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે ભારત સરકાર વિદેશી મદદને લઇને જે રીતે વારંવાર પોતાની છાતી ઠોકી રહી છે તે દયનીય છે. રાહુલ ગાંધી કોરોનાના કેસમાં ઉછાળને જોતા સરકારને પૂર્ણ લૉકડાઉન લગાવવાની માંગ કરી ચુક્યા છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યુ, “વિદેશીઓ પાસેથી મળી રહેલી મદદ પર ભારત સરકારનું વારંવાર છાતી ઠોકવુ દયનીય છે. જો ભારત સરકારે પોતાનું કામ કર્યુ હોત તો આ સ્થિતિ ના આવતી.”

કોંગ્રેસે ગત અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પારદર્શિતાની માંગ કરતા વિવિધ દેશમાંથી ભારતને મળેલી રાહત સામગ્રી સાથે જોડાયેલી જાણકારીને સાર્વજનિક કરવાનો આગ્રહ કર્યો હતો.
ગ્રામીણ વિસ્તારમાં કોવિડના કેસ વધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ ધરાવતી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ એક તસવીર સાથે ટ્વીટ કર્યુ, “શહેરો બાદ હવે ગામમાં પણ પરમાત્મા-નિર્ભર” (શહેરો પછી ગામમાં પણ ભગવાનની દયાના ભરોસે છોડી દેવામાં આવ્યા છે)

રાહુલ ગાંધીએ આ પહેલા ટ્વીટ કર્યુ હતું કે, “દેશને પીએમ માટે એક નવા ઘરની નહી પણ લોકો માટે ઓક્સીજનની જરૂર છે. આ સાથે જ તેમણે કેટલીક તસવીરો શેર કરી હતી, જે સેન્ટ્રલ વિસ્ટા નિર્માણ સ્થળની છે. રાહુલ ગાંધીએ એક અન્ય ટ્વીટમાં કોવિડના ઉછાળા અને રસીકરણના ઘટાડા પર એક ગ્રાફ શેર કર્યો હતો.
કોરોના વાયરસના નવા કેસે સરકારની ચિંતા વધારી દીધી છે. રાજ્ય સરકારોએ કોરોનાને કાબુ કરવા માટે લૉકડાઉન સહિત અન્ય પ્રતિબંધ લગાવ્યા છે. જોકે, તેમની વધુ અસર જોવા મળતી નથી. સોમવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.66 લાખ નવા કેસ સામે આવ્યા હતા અને 3754 લોકોના મોત થયા હતા. તાજેતરના દિવસોમાં આવેલા આંકડાની તુલનામાં આજે કેટલાક કેસ સામે આવ્યા છે.

Post a Comment

0 Comments