જામનગરના ધ્રોલમાં કેજરીવાલ નો કાલાવડ બેઠકના આપના ઉમેદવારને સાથે રાખી રોડ શો યોજ્યો


જામનગર જિલ્લાની કાલાવડ(SC) વિધાનસભા વિસ્તારમાં આજે કેજરીવાલે પ્રચારની કમાન સંભાળી હતી. કાલાવડ વિધાનસભા અંતર્ગત આવતા ધ્રોલ તાલુકામાં અરવિંદ કેજરીવાલે રોડ શો યોજી આપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલમાં ત્રિકોણથી લતિપર ચોકડી સુધી આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કાલાવડ વિધાનસભાના આપના ઉમેદવાર ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

જામનગરની કાલાવડ બેઠક SC અનામત બેઠક છે. હાલ આ બેઠક કૉંંગ્રેસના કબજામાં છે. 2022 વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અહીં ડો. જિગ્નેશ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ખુદ કેજરીવાલે આજે રોડ શો કરી પોતાના ઉમેદવાર માટે મત માગ્યા હતા.

 
રોડ શો માં જિલ્લા પ્રમુખ વશરામભાઈ પ્રદેશ ટીમના રાજેન્દ્રસિંહ સોઢા, ધારશીભાઈ બેરડીયા, વિશાલભાઈ ત્યાગી  લોકસભા પ્રમુખ દુર્ગેશ ગડલિંગ આ ઉપરાંત પ્રાદેશિક શિક્ષણ સેલના ઉપાધ્યક્ષ પૂજાબેન શર્મા તથા પ્રદેશ નેતા પ્રદીપસિંહ વાળા ઉપસ્થિત રહિયા હતા..

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments