નવાગામ ઘેડમાં આવેલ હાથણી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે મ્યુનિ.કમિશનર કચેરી બહાર કોંગ્રેસ કોર્પોરટર રચનાબેન નંદાણીયા, કોર્પોરટર જૈનબબેન ખફી તથા હાથણી વિસ્તારમાં રહેતી મહિલાઓએ રાસ રમી દર્શાવ્યો વિરોધ.
જામનગર શહેરના વોર્ડ નં. 4ના આવેલા હાથણી વિસ્તારમાં તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ આપવા વોર્ડના કોર્પોરેટર રચના નંદાણિયાએ માગણી કરી છે.
મ્યુ. કમિશનરને પત્ર પાઠવી કરેલી રજૂઆતમાં તેમને જણાવ્યું છે કે, વોર્ડ નં. 4માં આવેલો હાથણી વિસ્તાર કે જે 2010 પહેલા એક અલગ ગામ હતું. 400થી 500ની વસ્તી ધરાવતાં આ છેવાડાના વિસ્તારમાં જવા માટે ગાંધીનગર સ્મશાન પાસેના પુલને ક્રોસ કરીને કાચા રસ્તે જવું પડે છે. ચોમાસામાં આ વિસ્તાર વિખુટો પડી જાય છે. ત્યારે આ વિસ્તારમાં રહેતાં લોકોને પીવાનું પાણી પુરું પાડવા તાકિદે પાઇપલાઇન નાખવા તેમજ આ વિસ્તારમાં અવર-જવર કરવા માટે હાલનો જે કાચો રસ્તો છે. ત્યાં રાત્રી દરમિયાન અંધારપટ્ટ છવાયો રહેતો હોય, તાકિદે લાઇટો નાખવી તેમજ અવર-જવર માટે નદીમાં કોઇ પુલ ન હોય, તાત્કાલિક ધોરણે પુલ બનાવવો. જેથી વાહનોની અવર જવર થઇ શકે. આ વિસ્તારમાં રહેતાં લોકોને સારી સુવિધા મળે તે માટે અહીં મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત સિમેન્ટ રોડ બનાવવા પણ માગણી કરવામાં આવી છે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments