જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ

જામનગરમાં વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તો બાલા હનુમાન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો.
કોરોનાકાળના બે વર્ષ પછી વિશ્વ પ્રખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે રામનવમીની મહાઆરતી કરી ભગવાનને સુશોભન કરીને મોટી સંખ્યામાં શ્રી રામ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન શ્રીરામના ભક્તો દ્વારા દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે બાલા હનુમાન મંદિર ભક્તિભાવથી રામમય બની ગયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ વડીલો યુવાનો એ મહાઆરતીનો લાભ લઇ શ્રી રામ જય રામ જય જય રામ ધૂન ગાઇને ઉજવણી કરી છે.

Post a Comment

0 Comments