સ્વીટી પટેલનો હત્યારો નિકળ્યો તેનો જ પતિ SOG ના PI અજય દેસાઇ


SOG ના PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડા ભરેલો કેસ ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ અને એસઓજી પીઆઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો. આ અંગે પોતે માનસિક અને શારીરિક રીતે પોતે સ્વસ્થ નહી હોવાનું સામે આવ્યું છે.


વડોદરામાં SOG PI એ.એ દેસાઇનીપ ત્ની સ્વિટી મહેન્દ્રભાઇ પટેલ 47 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હવે આ કેસની તપાસ અમદાવાદ સિટી ક્રાઇમબ્રાંચ અને ATS ને સોંપવામાં આવી હતી. જેમાં એટીએસ દ્વારા ટેક્નીકલ સપોર્ટ આપવાનો હતો. જ્યારે ગુજરાત ક્રાઇમબ્રાંચ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું કે, અજય દેસાઇ દ્વારા જ સ્વીટી પટેલનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે અટાલીથી મળેતા હાડકા સ્વીટી પટેલનાં જ હોવાનું સામે આવ્યું છે.

Post a Comment

0 Comments