રાજનો ફોન થયો સીઝ
સોમવારે રાજ કુંદ્રાની મુંબઈની ક્રાઇમ બ્રાંચ દ્વારા કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ રાજની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને સવારે ચાર વાગ્યે મેડિકલ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ બાદ રાજને મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. મંગળવારે રાજને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો.
તે પછી રાજ અને તેની કંપનીના આઈટી હેડ રાયન થોર્પેને 23 જુલાઈ સુધી કોર્ટે કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યાં તેમની વધુ તપાસ માટે પૂછપરછ કરવામાં આવશે. રાજ કુંદ્રાનો ફોન પણ કબજે કરાયો હતો. જેની તપાસ કરવામાં આવશે અને વધુ ઈલેક્ટ્રોનિક એવિડેન્સ જપ્ત કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ રાજ કુંદ્રાએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આશરે 8થી 10 કરોડનું રોકાણ કર્યું હતું. રાજ તેના ભાઈ સાથે મળીને આ બિઝનેસ કરતા હતા. તેમનો આ ભાઈ બ્રિટનમાં છે, જેની સાથે તેમણે એક કંપની બનાવી હતી. આ કંપનીનો બિઝનેસ ભારતથી થતો હતો. વીડિયો ભારતમાં શૂટ કરવામાં આવ્યા અને ત્યારબાદ વી ટ્રાન્સફર દ્વારા યુકેમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. રાજ કુંદ્રાના આઈટી હેડ રયાન થોર્પેને બધી ખબર હતી કે કેવી રીતે લિંક્સને મોકલવામાં આવી રહી છે, તેને આ આખા રેકેટની જાણકારી હતી.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શિલ્પા શેટ્ટી 14 વર્ષ પછી ફિલ્મ હંગામા 2 સાથે બોલીવુડમાં પાછા ફરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે પરેશ રાવલ, મીઝાન જાફરી અને પ્રણીતા સુભાષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 23 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં શિલ્પા તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી.
0 Comments