ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ નો વિવાદ શમ્યો નથી ત્યાં કૉંગ્રેસના વધુ એક નેતાનો પારિવારિક કજિયો બહાર આવ્યો.
એક નેતાની બંને પત્નીના સંતાનો રાજકીય વારસો લેવા માટે આમનેસામને આવી જતાં કૉંગ્રેસના અન્ય નેતાઓ મધ્યસ્થી માટે મેદાનમાં ઉતાર્યા હતા. આખરે પહેલા પત્નીના પુત્રએ મહામંત્રી પદ માટે જે ફોર્મ ભર્યું હતું તે રદ કરવામાં આવ્યું હતું અને સમજાવાટ બાદ તેને પરત મોકલ્યો હતો.
કૉંગ્રેસના સૂત્રોએ નામ ન આપવાની શરતે માહિતી આપતા કહ્યું હતું કે, આ લડાઇ નેતાનો રાજકીય વારસો સાચવવાની છે. કારણ કે નેતા આજે બંને પત્ની સાથે રહે છે. બંને પત્નીને સંતાન છે. આ ઉપરાત નેતાની પ્રોપર્ટી મુદ્દે પણ ઘણા સમયથી લડાઇ ચાલી રહી છે. તેવામાં ગુજરાત યૂથ કૉંગ્રેસ ચૂંટણી માટે બંને પત્નીના પુત્રોએ દાવો કરી રાજકીય વારસો કોણ લેશે તે મુદ્દે હરિફાઈમાં ઉતરી ગયા હતાં. જેમાં નેતાની બીજી પત્નીના પુત્રનું પલડું ભારે રહ્યું હતું. નેતાનો રાજકીય વારસો બીજા નંબરની પત્નીનો પુત્ર લેશે તેવી હાલ ચર્ચા ચાલી રહી છે .
વિવાદમાં આવેલા આ નેતા અમદાવાદ શહેરના પૂર્વ મેયર રહી ચુક્યા છે. તેમજ હાલ તેઓ કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે કાર્યરત છે. આ નેતાએ પણ NSUIઅને યૂથ કૉંગ્રેસથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. આજે તેઓ કૉંગ્રેસમાં ટોચનું સ્થાન ધરાવે છે.
મહત્ત્વપૂર્ણ છે કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) પણ છેલ્લા એક સપ્તાહથી વિવાદમાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ તેમના બીજા પત્ની રેશ્મા પટેલ ને મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાના આરોપ સાથે જાહેર નોટિસ પાઠવી છે. જે બાદમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે પણ ન્યૂઝ પેપરના માધ્યમથી જાહેર નોટિસનો ખુલાસો આપ્યો છે. રેશ્મા પટેલે આક્ષેપ લગાવ્યો છે કે, ભરતસિંહ છૂટાછેડા આપવા માટે માનસિક દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમારા ગ્રુપ માં જોડાવા 8733879999 મેસેજ કરો
0 Comments