કોરોના કાળમાં કાંવડ યાત્રા પર સુપ્રીમ કોર્ટ ફટકારી , યુપી સરકારને નોટિસ મોકલી

        સંકટ વચ્ચે આ મહિનાના અંતમાં શરૂ થનારી કાંવડ        યાત્રાને લઇને યુપી સરકાર તરફથી આપવામાં આવેલી   મંજૂરી પર હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવી લીધુ છે.


સુપ્રીમ કોર્ટે આ મામલે યુપી સરકારને નોટિસ ફટકારી છે. જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતા ધરાવતી બેંચે કાંવડ યાત્રાની પરવાનગી આપવા ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણયને ધ્યાનમાં લીધો છે અને યુપી સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે.

મહત્વપૂર્ણ છે કે મહિનાના અંતમાં શરૂ થનારી કાંવડ યાત્રાને લઇને યુપીમાં કેટલીક શરતો સાથે પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જરૂરીયાત અનુસાર આરટી-પીસીઆરની નેગેટિવ રિપોર્ટની જરૂરીયાતને પણ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે કોરોનાની સ્થિતિને લઇને મંગળવારે યુપીના મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ કહેવામાં આવ્યુ કે મુખ્યમંત્રીના આદેશ અનુસાર પારંપરિક કાંવડ યાત્રા કોવિડ પ્રોટોકોલ સાથે કરવામાં આવશે.
કોરોના સંક્રમણની સ્થિતિને જોતા કહેવામાં આવ્યુ કે કાંવડ સંઘો સાથે આ મુદ્દા પર વાત કરવામાં આવે અને ઓછા લોકોને જ કાંવડ યાત્રામાં સામેલ થવા કહેવામાં આવે. આ સાતે જ અન્ય રાજ્યો જેવા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડથી આવનારા કાંવડ ભક્તો માટે યાત્રા સાથે જોડાયેલી ગાઇડલાઇન જાહેર કરવામાં આવે. જરૂરી હોય તો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટને જરૂરીયાતના રૂપથી લાગુ કરવામાં આવે.
 

Post a Comment

0 Comments