મોરબીમાંથી ભેળસેળયુ કરતા નકલી Remdesivir Injection નુ ગુજરાત વ્યાપી રેકેટ પકડી પાડતી મોરબી એલ.સી.બી.


હાલમાં ચાલતી કોવી ૧૯ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી Remdesivir
Injection ની અછતના કારણે અમુક ઇસમો ઇજેકશનોનુ ડુપ્લીકેશન તથા બ્લેકમાર્કેટીંગ કરી વેચાણ કરતા હોવાની
આમ જનતામાંથી ફરીયાદો મળતી હોય આ બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટના શ્રી
સંદિપસિંહ સાહેબએ પોલીસ અધિક્ષકશ્રી મોરબીના સુબોધ ઓડેદરા સાહેબને આ બાબતે મોરબી જિલ્લામાં કડક અને
અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.બી.જાડેજા એલ.સી.બી.
મોરબીનાઓ તથા સ્ટાફના માણસો ઉપરોકત કાર્યવાહી કરવા કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી.મોરબીના પો.હેડ
કોન્સ. સંજયભાઇ મૈયડ તથા જયવંતસિંહ ગોહીલને બાતમીરાહે હકિકત મળેલ કે, મોરબી શકિત ચેમ્બર-૦ર પાછળ
આવેલ ક્રિષ્ના ચેમ્બર-૦૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસ/દુકાન વાળો રાહુલ લુવાણા તેના સાગરીતો સાથે
મળી ભેળસેળયુકત નકલી Remdesivir Injection નો જથ્થો રાખી કોરોના સંક્રમીત દર્દીઓ તથા તેના સગા વ્હાલાઓ
સાથે ઠગાઇ કરવાના ઇરાદે ઉચા ભાવે ઇજેકશનોનું વેચાણ કરતા રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ
મનોજભાઇ હીરાણી/લુવાણા રહે બન્ને મોરબી વાળાઓને કુલ-૪૧ નંગ Remdesivir Injection કી.રૂ. ૧,૯૬,૮૦૦/-
તથા ઇન્જકશનોના વેચાણના રોકડા રૂપીયા- ૨,૧૫,૮00/- સહીત ના જથ્થા સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ મોરબી
સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.નં.૦૯૩૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી,
તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ્મી કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩, વિ. મુજબનો
ગુનો રજીસ્ટર કરાવેલ તેમજ ઉપરોકત બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ઇન્જકશનો કયાંથી અને કોની પાસેથી
લાવેલ તે બાબતે પુછપરછ કરતા આશીફભાઇ રહે. જુહાપુરા, અમદાવાદ વાળા પાસેથી સદરહુ ઇન્જકશનો જથ્થો
લાવેલાની હકીકત જણાવતા હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી ઉપરોકત ઇસમ તથા
વધુ નકલી ઇજેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ખાતે ટીમ રવાના કરતા અમદાવાદ ખાતે જઇ અમદાવાદ
શહેર ડી.સી.બી પોલીસની મદદ મેળવી જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફ આશીફ તથા
રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી Remdesivir Injection નંગ-૧૧૭૦ કી.રૂ.
પ૬,૧૬,૦૦૦/- તથા ઇન્જકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડી
કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. 

આ બન્ને આરોપીઓની અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા સદરહુ
ઇજેકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવતા હોવાનું જણાવેલ તેમજ બીજો જથ્થો પણ મંગાવેલ હોવાનું
જણાવેલ હોય જેથી તાત્કાલીક એક ટીમને સુરત ખાતે મુખ્ય સુત્રધાર કૌશલ વોરાના તપાસમાં રવાના કરવામાં
આવેલ અને બીજી ટીમને અમદાવાદ ખાતે કૌશલ વોરા દ્વારા મોકલવામાં આવનાર ઇજેકશનના વધુ જથ્થા અંગે
કાર્યવાહી કરવા રોકી રાખવામાં આવેલ હતી જે પૈકી સુરત ખાતે ગયેલ પોલીસ ટીમે કૌશલ વોરાની તપાસ કરતા
હકિકત મળેલ કે, કૌશલ વોરાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે એક ફાર્મહાઉસ ભાડે રાખી ફાર્મ
હાઉસમાં ડુપ્લીકેટ Remdesivir Injection બનાવવાનું કામ કરતો હોય જેથી સુરત કાઇમ બ્રાન્ચની મદદ મેળવી રેઇડ
કરતા આ ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા રહે.અડાજણ. સુરત તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ
શાહ રહે. મુંબઇ થાણેવાળાઓ ડુપ્લીકેટ Remdesivir Injection બનાવવાની સામગ્રી સાથે ડુપ્લીકેટ ઇન્જકશનો
બનાવતા અન્ય પાં ચ ઇસમો સાથે ઝડપાઇ જવા પામેલ હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કન્જામાં થી
Remdesivir Injection નંગ-૧૬૦ કી.રૂ. ૭,૬૮,૦૦૦/- તથા ઇન્જકશનો વેચાણના રોકડા રૂપીયા રૂપીયા-
૭૪,૭૦,૦૦૦/- તથા લેપટોપ નં-૦૧ કી.રૂ. ૧,૭૫,૦૦૦/- તથા ડીજીટલવજન કાં ટા, કમ્પીન મશીન, Remdesivir
Injection ના સ્ટીકરો નંગ-3૦.૦૦૦, તથા ખાલી બોટલો, બોટલ બુચ તથા ઇનોવા કાર વિગેરે સાથે મળી આવેલ
કુલ રૂ. ૨,૭૩,૭૦,૫૭૦/- ના મુદામાલ.

Post a Comment

0 Comments