નડ્ડાએ વૅક્સિન મુદ્દે વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે, વિપક્ષે કોરોના વિરોધી રસીને મોદી વૅક્સિન કહીને સવાલ ઉઠાવીને સરકારનું મનોબળ તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે તેઓ વૅક્સિન માટે બૂમો પાડી રહ્યાં છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, બે કંપનીઓથી અત્યાર સુધી 13 કંપનીઓને કોરોના વિરોધી રસી બનાવવાની મંજૂરી આપી દેવાઈ છે. જલ્દી 19 કંપનીઓ વૅક્સિન બનાવશે. મહિનામાં 1.3 કરોડ વૅક્સિન બનાવનારી ભારત બાયોટેક ઓક્ટોબર સુધીમાં 10 કરોડ વૅક્સિન દર મહિને બનાવવાનું શરૂ કરી દેશે. અહીં જણાવી દઈએ કે, કોરોના સામેની જંગમાં ભારત બાયોટેક સ્વદેશી વૅક્સિન “કોવેક્સિન” બનાવી રહી છે.
નડ્ડાએ વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે, ભાજપમાં કાર્યકર્તાઓ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે રાહત કાર્ય કરી રહ્યાં છે, જ્યારે વિપક્ષના નેતાઓ ક્વોરન્ટાઈમાં જતા રહ્યાં છે. તમામ ભાજપ સાંસદ, મંત્રી અને ધારાસભ્યો સરકારના 7 વર્ષ પૂરા થવાના અવસરે ઓછામાં ઓછા બે ગામમાં લોકોની સેવા કરશે.
NDA સરકારના 7 વર્ષ પૂરા થવા પર નડ્ડાએ કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ કોરોના દરમિયાન લોકોની સાથે ઉભા છે. જ્યારે વિપક્ષના નેતાઓ માત્ર ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળ્યાં છે. જ્યારે નડ્ડાએ એવો પણ દાવો કર્યો કે, છેલ્લા 7 વર્ષ દરમિયાન દેશનો આત્મવિશ્વાસ જ નથી વધ્યું, પરંતુ ગામના ગરીબો અને વંચિતોને પ્રથમ વખત એવું લાગ્યું છે કે, કેન્દ્રમાં તેમની પોતાની સરકાર છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશવાસીઓએ પડકારોનો સામનો કર્યો. તેમના માર્ગદર્શનમાં ભારતનો આત્મવિશ્વાસ જાગ્યો, આત્મનિર્ભર ભારતની રાહ બની છે અને દેશના ગામ, ગરીબ, ખેડૂત, દલિત, પીડિત તેમજ વંચિતોને પ્રથમ વખત એવું લાગ્યું છે કે, કેન્દ્રમાં તેમની પોતાની સરકાર છે.
કોરોના કાળમાં પણ વડાપ્રધાન મોદીએ દરેક ભારતીયોની ચિંતા કરતા તાત્કાલીક રાહત પેકેજ જાહેર કર્યાં. સરકારી તંત્ર, સંગઠન અને તમામ જરૂરિયાતમંદોની મમદ કરવા માટે વડાપ્રધાનાના આહવાન પર ભાજપે સેવા જ સંગઠનના મંત્રને આત્મસાત કહ્યો અને સંકટ સમયે કરોડો લોકો સુધી મદદ પહોંચાડી.
જણાવી દઈએ કે, 23મીં મે 2019ના લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. જેમાં ભાજપે 303 બેઠકો મેળવીને જંગી બહુમત હાંસલ કર્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદીએ 30મીં મેના રોજ સતત બીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
0 Comments