દ્વારકા: ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેર બેકાબૂ બની છે. એમાંય સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે અનેક પરિવારોના માળા પીંખાઈ જવા પામ્યા છે, ત્યારે દ્વારકા જિલ્લામાં આવી જ એક કરુણાતિંકા સર્જાઈ છે. જેમાં ઘરના મોભીનું કોરોનાના મોત થઈ જવાના આઘાતથી પરિવારના અન્ય સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજંબ, દ્વારકામાં રહેને ફરસાણનો ધંધો કરતાં જયેશભાઈ જૈન નામના પૌઢે કોરોના સંક્રમણના કારણે ગઈકાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. જેના પગલે તેમનો સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આજે સવારે જયેશભાઈની અંતિમવિધિ પતાવીને ઘરે આવ્યા બાદ તેમની પત્ની સાધના બેન અને બે પુત્રો કમલેશ અને દુર્ગેશ જૈને પણ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો.
જયેશભાઈના પત્ની અને તેમના બન્ને યુવાન પુત્રોએ આઘાતમાં ઝેરી દવા ગટગટાવી જતાં તેઓના પણ મોત નીપજ્યાં હતા. આ બનાવની જાણ થતાં મામલતદાર સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ તો આ સામુહિત આપઘાતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ફેસબુક સાથે જોડાવા લિંક ઉપર ક્લિક કરો 👉:- www
0 Comments